બેસનથી આ 4 રીતે સાફ કરો સ્કિન, ચહેરા પર આવશે ગ્લો

સાફ, નિખરી અને ચમકદાર સ્કિન માટે બેસનને અલગ-અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.

બેસનમાં ઘણા એવા ગુણ હોય છે જે સ્કિનને ક્લીન કરે છે અને હેલ્ધી પણ રાખે છે.

4 સીક્રેટ રીતે બેસનનો ઉપયોગ કરીને તમે પણ ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો.

2 ચમચી બેસન લો. તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને આખા ચહેરા પર લગાવી લો.

20 મિનિટ બાદ ચહેરાને પાણીથી સારી રીતે ધોઇ લો. તેનાથી બધા ડેડ સ્કિન સેલ્સ ક્લીન થઇ જશે.

લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ ચહેરાના ડાઘ અને ડલનેસને ઓછા કરવામાં મદદ કરે છે. તેનાથી સન ટેનિંગ પણ દૂર થાય છે.

MORE  NEWS...

લોટમાં આ વસ્તુ ભેળવીને બનાવેલી રોટલી ખાવ, એક રાતમાં ડાયાબિટીસ થશે કંટ્રોલ

ડ્રાય-ફ્રિઝી હેર 3 મિનિટમાં રેશમ જેવા સિલ્કી બની જશે, ઘરે બનાવો આ DIY કંડીશનર

15 મિનિટમાં ચમકી જશે કિચન ચિમની, ફોલો કરો આ સ્ટેપ્સ, ગાયબ થઇ જશે ગંદકી

ચહેરા પર ગ્લો લાવવા માટે તમે અઠવાડિયામાં 2 વાર બેસન અને લીંબુનો ફેસ પેક લગાવો.

ચહેરાને ગ્લોઇંગ બનાવવા માટે તમે બેસનમાં દહીં મિક્સ કરીને પણ લગાવી શકો છે. 3 ચમચી બેસનમાં 2 ચમચી દહીં મિક્સ કરો અને આખા ચહેરા પર લગાવી દો.

આ માસ્ક સૂકાયા જાય તે બાદ ચહેરાના સાદા પાણીથી સાફ કરી લો. તેનાથી ચહેરા પર નિખાર આવી જશે.

અઠવાડિયામાં 1-2 વાર બેસન અને દહીં ફેસ પેક લગાવવાથી ચહેરો ગ્લોઇંગ બનશે. આ સાથે જ તેનાથી ખીલ, બ્લેકહેડ્સ અને ડાઘથી પણ છૂટકારો મળશે.

એક ચમચી બેસનમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવીને સાદા પાણીથી ધોઇ લો. આ કોમ્બિનેશન દરેક સ્કિન ટાઇપ માટે સારુ છે.

આ પેકથી ચહેરો ગ્લોઇંગ અને ખૂબસૂરત બની શકે છે. ગુલાબ જળ ચહેરાની સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. સાથે જ સ્કિનને હાઇડ્રેટ અને મુલાયમ રાખે છે.

2 ચમચી બેસનમાં 3-4 ચમચી કાચુ દૂધ મિક્સ કરો. હવે આ ફેસ પેકને આખા ચહેરા અને ગરદન પર લગાવો. સારા રિઝલ્ટ માટે અઠવાડિયામાં 1-2 વાર બેસન અને દૂધ લગાવી શકો છો.

બેસનને આ ચાર રીતે લગાવવાથી સ્કિન સાફ થશે અને ચહેરા પર ચાંદ જેવો નિખાર પણ આવશે.

MORE  NEWS...

દેશી દવાનું કારખાનું છે આ પાન, સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, 1 ચમચી રસ કરશે ચમત્કાર!

ટોયલેટમાંથી ગટર જેવી ગંદી વાસ આવે છે? આટલું કરો, સ્મેલ થઇ જશે ગાયબ

Belly Fat: ઢોલ જેવું પેટ ખાલી 7 દિવસમાં સપાટ થઇ જશે, શરૂ કરી દો આ કામ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)