1 મહિનામાં વાળ લાંબા કેવી રીતે થાય? અપનાવો આ 2 ઉપાય

વધતા પ્રદૂષણ અને ભાગદોડભરી જીંદગીમાં આપણે આપણા વાળનું ઓછું ધ્યાન રાખી શકીએ છીએ.

જેના કારણે વાળનો ગ્રોથ ઓછો થવા લાગે છે અને વાળ ખરવાનું પણ શરૂ થઇ જાય છે.

આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલુ ઉપાયની મદદ લઇ શકાય છે. તેનાથી તમારા વાળ 1 જ મહિનામાં વધવા લાગશે.

વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકાય છે. તે વાળના ગ્રોથ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે.

તેને બનાવવા માટે 6 કે 7 મીઠા લીમડાના પાન અને 5 ચમચી નારિયેળ તેલની જરૂર પડશે. એક બાઉલમાં નારિયેળ તેલ અને મીઠા લીમડાના પાન નાંખો અને ગરમ કરો.

MORE  NEWS...

આ બીમારીના કારણે બળે છે પગના તળિયા, 99% લોકો સમજવામાં કરે છે ભૂલ

એકદમ શુદ્ધ અને સુગંધીદાર ગરમ મસાલો ઘરે બનાવો, મહેનત વિના મિનિટોમાં થશે તૈયાર

પેન કાળા કોલસા જેવું થઇ ગયું છે? આ મામૂલી વસ્તુથી કરો સાફ, ચાંદી જેવું ચમકશે

મીઠા લીમડાના આ તેલને ઠંડુ થવા દો. તેને સ્કેલ્પમાં સતત 1 મહિના સુધી મસાજ કરો. તેને લગાવ્યા બાદ શેમ્પૂ કરી લો. તે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરશે.

એલોવેરા અને ઇંડાની મદદથી વાળને કાળા અને ભરાવદાર બનાવી શકાય છે. તેના માટે 2 ચમચી એલોવેરા જેલ અને 1 ઇંડુ લો.

સૌથી પહેલા એક બાઉલમાં એલોવેરા જેલ અને ઇંડાના સફેદ ભાગને અલગ કરીને મિક્સ કરી લો. આ મિશ્રણને વાળમાં લગાવો.

એલોવેરા અને ઇંડાના મિશ્રણને વાળમાં અડધા કલાક માટે રાખો. તે બાદ વાળને શેમ્પૂથી ધોઇ લો. તેનાથી વાળમાં ચમક આવી જશે.

આ ઘરેલુ ઉપાયની મદદથી વાળનો ગ્રોથ ઝડપથી વધશે. સાથે જ તે વાળને મજબૂત અને શાઇની બનાવવામાં મદદ કરે છે.

વાળના સારા ગ્રોથ માટે તમે પણ આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.

MORE  NEWS...

લોટમાં આ વસ્તુ ભેળવીને બનાવેલી રોટલી ખાવ, એક રાતમાં ડાયાબિટીસ થશે કંટ્રોલ

ડ્રાય-ફ્રિઝી હેર 3 મિનિટમાં રેશમ જેવા સિલ્કી બની જશે, ઘરે બનાવો આ DIY કંડીશનર

15 મિનિટમાં ચમકી જશે કિચન ચિમની, ફોલો કરો આ સ્ટેપ્સ, ગાયબ થઇ જશે ગંદકી

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)