તમારે પણ વૃક્ષારોપણ કરવું છે?

હાલ પૃથ્વી પર વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યુ છે.

આવી સ્થિતીમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ કરે છે.

વિસનગરની તિરુપતિ ફાઉન્ડેશન પણ આવી જ એક સંસ્થા છે.

ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક જીતુભાઈ વર્ષોથી પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરે છે.

છેલ્લા 20 વર્ષથી તેઓ પર્યાવરણની જાળવણી કરવાનું અને પર્યાવરણ જાગૃતિનું કામ કરે છે.

સ્થાપનાની શરૂઆતમાં તેમણે માત્ર 1000 છોડના વિતરણ સાથે શરુઆત કરી હતી.

આ ચોમાસાની ઋતુમાં તેઓએ 10 હજારથી વધુ રોપાનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે.

શહેરીજનોને મફતમાં લીમડો, સરગવો, પીપળો, વડ, બોરસળી જેવા રોપાનું વિતરણ કરવામાં આવે છે.

આ વૃક્ષો કોમન રસ્તા, કોમન પ્લોટ અને ખાલી જગ્યા ઉપર સરળતાથી ઉગી જાય છે.

પર્યાવરણ પ્રેમી આ સંસ્થાએ 20 વર્ષમાં 2 લાખ 80 હજારથી વધુ રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે.

આ સંસ્થા દ્વારા સોસાયટી, કોમનપ્લોટ, ઘરની આગળ, બગીચામાં દરેક જગ્યાએ વવાય એવા પર્યાવરણલક્ષી રોપાનું વિતરણ કરવામાં આવે છે.

શહેરજનોમાં વ્યક્તિ દીઠ બેથી પાંચ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો