શું પુરુષોને પણ યુરિન ઈન્ફેક્શન થાય છે?

મોટાભાગની મહિલાઓ યુરિન ઈન્ફેક્શનની સમસ્યાનો સામનો કરે છે. પરંતુ પુરુષોને પણ યુરિન ઈન્ફેક્શન થઈ શકે છે

સામાન્ય રીતે યુરિન ઈન્ફેક્શન યુરિનરી ટ્રેક્ટ બેક્ટેરિયાના ઈન્ફેક્શનને કારણે થાય છે. જો પેશાબમાં બેક્ટેરિયા હોય તો યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

પુરુષોમાં પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા, પેશાબમાં દુર્ગંધ અને ગુલાબી પેશાબ આ લક્ષણો પેશાબમાં ચેપ હોય ત્યારે જોવા મળે છે.

કેટલીક ખરાબ આદતો ધરાવતા પુરુષોને વારંવાર યુરિન ઈન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ આદતો વિશે

જો તમે તમારા શરીરની સાથે-સાથે જનનાંગ અંગોની સ્વચ્છતા પર ધ્યાન નથી આપતા તો તમે યુરિનરી ઈન્ફેક્શનનો શિકાર બની શકો છો.

પુરૂષોને ઓછું પાણી પીવાથી પણ યુરિનરી ઈન્ફેક્શન થઈ શકે છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી પેશાબની નળીમાંથી બેક્ટેરિયા બહાર નીકળી જાય છે

ઘણા લોકો જાણીજોઈને લાંબા સમય સુધી પેશાબ રોકે છે. પરંતુ આ ખોટી આદતને કારણે યુરિન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

પુરૂષો ખુલ્લા વિસ્તારમાં શૌચ કરવામાં કોઈ સંકોચ અનુભવતા નથી. પરંતુ ખુલ્લામાં શૌચ કરવાથી ચેપનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.

ઘણા લોકો એટલા બેદરકાર થઈ જાય છે કે તેઓ બે દિવસ સુધી એક જ અન્ડરગાર્મેન્ટ પહેરતા રહે છે. અંડરગારમેન્ટ ન બદલવાથી યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

આ ખરાબ આદતોને કારણે પુરુષોમાં યુરિન ઈન્ફેક્શન થાય છે, તેથી આ બાબતો અંગે ધ્યાન આપવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)