પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં બનશે સંગીત વાદ્યોનું મ્યુઝિયમ, કિન્નરી વીણા સહિત સચવાયેલા છે દુર્લભ વાદ્યો

વડોદરામાં M.S યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે સંગીત વાદ્યોનું રેસ્ટોરેશન સહિત મ્યુઝીયોલોજી પ્રમાણે ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. 

અહીં ડોક્યુમેન્ટેશન થઈ ગયા બાદ 60 જેટલા સંગીત વાદ્યો માટે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે.

જેમાં ઘણાં સંગીત વાદ્યો એવા છે કે, જે સમગ્ર વિશ્વમાં એક માત્ર પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી પાસે છે.

આ 60 જેટલા સંગીત વાદ્યો જેમ કે, બિન સિતાર, કાનૂન, સોનાના વરખવાળી સિતાર, 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

દિલરુબા, ચાર સપ્તકનું જલતરંગ, રુદ્ર વીણા, સહિતના દુર્લભ વાદ્યો મૂકવામાં આવશે.

અહીંયા મહાન કલાકારો અને એમના વાદ્યો પણ સચવાયેલા છે.

મહારાજા સયાજીરાવ ગાયક્વાડના પ્રથમ પત્ની મહારાણી ચિમન્નાબાઈ લગ્ન કરીને બરોડા સ્ટેટના મહારાણી બન્યા, ત્યારે સરસ્વતી વિણા સાથે લઈ આવ્યા હતા.

આ વીણા પણ અત્યારે ફેકલ્ટીમાં સચવાયેલી છે.

મહારાજાના દરબારની અંદર પણ જે સંગીતના વાદ્યો વાગતા તે પણ અહીં સચવાયેલા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા