બદલાતી ઋતુની ત્વચા પર થશે ગંભીર અસર, આ ઘરેલુ વસ્તુઓથી કરજો સ્કિન કેર

અત્યારે એક સાથે બે ઋતુ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, આવા સમયે ઘણા લોકો ત્વચાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ જતા હોય છે.

કારણ કે, આવા સમયે ત્વચા પર ક્રીમ લગાવવી કે, પાઉંડર લગાવવો એક મોટો પ્રશ્ન રહેતો હોય છે.

સૌપ્રથમ આપણે મોઢા પર થતા ખીલ અને ફોલ્લીઓની વાત કરીએ તો એના ઉપર ચંદનનો લેપ લગાવવો જોઈએ અથવા તો ચંદન પાઉંડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને લગાવવું જોઈએ.

20થી 30 મિનિટ લેપ રાખ્યા બાદ ચહેરાના સાદા પાણીથી ધોઈ લો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ સિવાય બીજો ઉપાય છે ગુલાબજળમાં ટી ટ્રી ઓઇલનો ઉપયોગ પણ સ્કિન એલર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે.

ગુલાબજળમાં ટી ટ્રી ઓઈલના 2 ટીપા મિક્સ કરીને પણ મોઢા પર લગાવી શકો છો.

તદુપરાંત સ્કિન એલર્જી થઈ હોય, ત્યાં દૂધમાં હળદર મિક્સ કરીને તેનો લેપ લગાવી શકાય છે.

કારણ કે, દૂધ સ્કિનના મૂળથી સફાઈ કરે છે અને હળદર એન્ટિસેપ્ટિક ગુણ ધરાવતો હોવાથી સ્કિન સારી કરવામાં મદદ કરે છે.

આ સિવાય એપલ વિનેગર પણ ખંજવાળમાં રાહત આપે છે અને એન્ટી ફંગલ હોવાને કારણે સનબર્ન અને ડેન્ડ્રફમાં રાહત આપે છે. 

જે જગ્યા પર ખંજવાળ આવતી હોય, ત્યાં રૂનો ઉપયોગ કરીને એક મગ પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરીને સ્કિન પર લગાવવુ જોઈએ.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા