ચોમાસામાં ગુજરાતના આ સ્થળો  સોળે કળાએ ખીલે છે, સૌંદર્યતા જોઈ દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે

ચોમાસું શરૂ થઈ રહ્યું છે, ત્યારે ફરવા અને ખાવાની વાત કરીએ તો ગુજરાતીઓને કેવી રીતે ભૂલાય.

જો તમે પણ ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત અચૂંક લેજો.

સાપુતારા: સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલુ શાનદાર અને સુંદર હિલ સ્ટેશન છે.

ચોમાસામાં અહીંના હર્યા ભર્યા જંગલ, ઊંચા પહાડો, રસ્તા પર આવતા ઝરણા, વાદળોને અડવાની મજા, ધુમ્મસ તમારા પ્રવાસને રંગીન બનાવી દેશે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ડોન હિલ સ્ટેશન: ગુજરાતમાં સાપુતારા બાદ બીજા કોઈ હિલ સ્ટેશનની વાત કરીએ તો, તે ડોન હિલ સ્ટેશન છે. 

આ હિલ સ્ટેશન સુરતથી 150 કિમીના અંતરે આવેલુ છે. જ્યારે ડાંગના આહ્વાથી માત્ર 30 કિમીના અંતરે છે. 

ગીરા ધોધ: ચોમાસામાં ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે. ગીરા ધોધ અમદાવાદથી 350 કિમીના અંતરે આવેલો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી: સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવે કોઈ ઓળખની જરૂર નથી. વિશ્વભરમાં આ સ્થળ ફેમશ બન્યું છે.

ગીરનાર પર્વત: વરસાદમાં ગીરનાર પર્વત પરથી પડતુ પાણી જોઈ તમે આનંદ વિભોર થઈ જશો. ચોમાસામાં ગીરનાર પર્વત લીલોછમ બની જાય છે. 

વિલ્સન હિલ્સ: વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુર નજીક આવેલુ એક રમણિય પર્યટન સ્થળ છે. અહીં તમે ચોમાસા અને ગરમીઓમાં પણ જબરદસ્ત આનંદ લઈ શકો છો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા