ગરીબ બાળકોને શિક્ષણ તરફ આકર્ષે છે રાજકોટનું આ ફાઉન્ડેશન, ઘરે-ઘરે જઈ આપે છે શિક્ષણ

રાજકોટમાં આવેલા અવ્યામય ફાઉન્ડેશન ગરીબ બાળકોને શિક્ષણ તરફ આકર્ષિત અને શિક્ષણ પ્રત્યેની તેમનામાં રૂચિ જાગૃત કરવા માટે મદદ કરે છે.

શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો કે જે પૈસાના અભાવે અથવા અન્ય કોઈ કારણસર શિક્ષણથી વંચિત રહે છે. 

તેવા બાળકોના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને શિક્ષણ સાથે જોડવા માટે અવ્યાયમ ફાઉન્ડેશન કામ કરે છે. 

આ ફાઉન્ડેશન સ્લમ વિસ્તારમાં જઈને બાળકોને ક્કકો, બારાક્ષરી, એકડા ભણાવીને પાયાનું શિક્ષણ આપે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જેથી બાળકો લખતા અને વાંચતા શીખી શકે છે.

આ બાળકો પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકે અને નોકરી કરી શકે તે માટે તેને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે.

આ ફાઉન્ડેશન બાળકોને સરકારી શાળાઓમાં દાખલ પણ  કરાવે છે.

સાથે સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને ભણાવવાની સાથે સાથે સ્ટેશનરી, કપડાં, ચોપડા સહિતની વસ્તુઓ પણ આપે છે.

આ ફાઉન્ડેશન દ્વારા વાર-તહેવાર પર ગરીબ બાળકોને ભોજન પણ કરાવે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા