મરચાંની ખેતી કરી બનાસકાંઠાનો દિવ્યાંગ ખેડૂત થયો માલામાલ, આવક જાણીને ચોંકી જશો

દાંતીવાડાના ભાખરમાં મોટી ગામના દિવ્યાંગ ખેડૂત સંજય પરમાર પણ છેલ્લા 7 વર્ષથી આધુનિક પદ્ધતિથી અલગ અલગ પાકની ખેતી કરી રહ્યા છે.

ખેડૂત સંજયકુમાર પાસે કુલ 5 વિઘા જમીન છે. 

તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ટપક અને મલચિંગ પદ્ધતિથી આંતર પાકમાં અલગ અલગ પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી.

હાલ ખેડૂતે મરચાં સાથે શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જેમાં શક્કરટેટીમાં 2 લાખ, તરબૂચમાં દોઢ લાખ અને મરચામાં અત્યાર સુધી કુલ 5 લાખ રૂપિયાની આવક મેળવી છે અને  હજુ ઉત્પાદન ચાલુ છે.

આમ, ખેડૂત સંજયકુમારે સાડા આઠ લાખ રૂપિયાની આવક મેળવી છે.

ખેડૂત સંજયકુમાર લાખોની આવક મેળવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા