નવસારી સબજેલમાં કેદીનું કારસ્તાન, આંબાની ટોચ પર ચડીને ખાધી કેરી

જેલમાં ઘણીવાર કેદીઓ વચ્ચે ઝઘડા અને મારામારી પણ થતી હોય છે, પરંતુ નવસારી સબજેલમાં એક અનોખી ઘટના બની છે. 

નવસારી સબજેલમાં એક કેદીએ એવું કારનામું કર્યું કે, જેલના કેદીઓની સાથોસાથ જેલ પ્રશાસનના પણ પરસેવા છૂટી ગયા હતા.

21 વર્ષીય સંતોષ દેહરી નામના યુવાનને ઉમરગામમાં મારામારીના મુદ્દે જેલ કસ્ટડીમાં ધકેલાયો હતો.

જેલમાં તેને અચાનક સનેપાત ચડ્યો હતો. આખી જેલમાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

બૂમાબૂમ કરતાં કરતા તે જેલમાં આવેલા આંબાના 30 ફુટ ઊંચા ઝાડની ટોચ પર ચડી ગયો હતો, જ્યાં તેણે એક કેરી તોડીને પણ ખાધી હતી.

કેદીની આવી વિચિત્ર હરકતના કારણે સમગ્ર જેલ પ્રશાસન દોડતું થયું હતું.

ઝાડ પર ચડેલા કેદીને નીચે ઉતારવા માટે જેલ પ્રશાસને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ફાયરના જવાનો સાથે અને ગાડી સાથે ત્યાં સબજેલ ખાતે પહોંચી હતી.

ફાયર બ્રિગેડની ટીમના જવાનોએ સીડી દ્વારા ઝાડ પર રહેલા કેદીની નજીક પહોંચી, તેને સમજાવી-ફોંસલાવીને નીચે ઉતાર્યો હતો.

માનસિક સંતુલન ગુમાવનાર કેદીને કાઉન્સિલિંગ માટે રેસ્ક્યુ કરીને મનોચિકિત્સક પાસે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા