ખેડૂતો માટે નફાનો સોદો સાબિત થશે શેલમ હળદરની ખેતી, આ રીતે વાવેતર કરવાથી મળશે સારૂં ઉત્પાદન

ગુજરાત ભરના ખેડૂતો હાલ મગફળી, કપાસ, ડુંગળી સહિતની ખેતી છોડીને અન્ય પાકોની ખેતી તરફ વળ્યા છે. જેમાં ખેડૂતો ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે એવા પાકોની ખેતી કરી રહ્યા છે. 

શેલમ હળદરની ખેતી પણ આવી જ નફો કરાવતી ખેતી છે. 

ભાવનગરના મહુવા અને જેસર પંથકના ખેડૂતો હાલ શેલમ હળદરના વાવેતર તરફ વળ્યા છે.

શેલમ હળદરની ખેતી કરવા માટે સારી ડ્રેનેજવાળી જમીન પસંદ કરવી જોઈએ, આ ખેતી માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

શેલમ હળદરની ખેતી દરમિયાન જીવાતો અને રોગો સામે રક્ષણ મેળવવા યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

યોગ્ય સમયે ખેતરમાંથી પાક બહાર કાઢી લેવો જોઈએ.

આ પાકમાં પ્રતિ હેક્ટર 200 કિગ્રા નાઈટ્રોજન, 100 કિગ્રા ફોસ્ફરસ 100 કિગ્રા પોટાશ આપવું જોઈએ સંપૂર્ણ ફોસ્ફરસ અને પોટાશ વાવણી સમયે અને નાઈટ્રોજન બે હપ્તામાં નાખવું જોઈએ.

પ્રથમ હપ્તો વાવેતરના 45 દિવસ પછી અને બીજો હપ્તો હળદરની સુકવણી સમયે રોપણ પછી 105 દિવસ આપવો જોઈએ.

આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યાનુસાર, શેલમ હળદરની ખેતીમાં પ્રતિ એક વિઘે 20 થી 22 મણ જેટલું ઉત્પાદન મળી રહે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા