રાત્રે ઊંઘવામાં મોડુું કરનારા સાવધાન! આદતો સુધારો

જેમ આપણા શરીરને પાણી, હવા અને ખોરાકની જરૂર હોય છે. તેવી જ રીતે, શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે સારી ઊંઘ જરૂરી છે.

આજની ફાસ્ટ લાઈફમાં ઘણી જવાબદારીઓ નિભાવવામાં મોડી રાત સુધી જાગવું પડે છે ત્યારે ઘણીવાર ઊંઘ સાથે સમાધાન કરવું પડે છે.

ઊંઘ માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. જો આપણે રાત્રે મોડે સુધી જાગીએ છીએ તો તેની આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડે છે.

જો તમે પણ મોડી રાત્રે મોબાઈલ જુઓ છો, લેપટોપનો ઉપયોગ કરો છો અને કોઈ કારણસર મોડી રાત સુધી જાગતા રહો છો તો તમારે આ આદત બદલવાની જરૂર છે.

મેલાટોનિન હોર્મોન ઊંઘ અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. તેનાથી ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે. જેના કારણે મગજ પર સીધી અસર થાય છે.

મોડી રાત્રે સૂવાથી હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ અનેકગણું વધી જાય છે. મોડી રાત્રે સૂવાથી હાઈ બ્લડ પ્રેશર થાય છે, જેનાથી સ્ટ્રોક અને હાર્ટ પ્રોબ્લેમ જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર, જો કોઈ વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો ઈન્ફેક્શનનો ખતરો ઝડપથી વધી જાય છે. આવા લોકો ઝડપથી રોગોનો શિકાર પણ બની જાય છે.

જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો અથવા તમને રાત્રે ઊંઘમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)