આ ટિપ્સ અપનાવશો તો લાંબો સમય કેળા ફ્રેશ રહેશે!

કેળા સસ્તા અને આરોગ્યપ્રદ હોય છે.

તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.

જોકે, તે ઘર લાવ્યા પછી જલદી ગળવા લાગે છે.

કેળા લટકાવવામાં આવે તો ઝડપથી બગડતા નથી.

તેથી, કેળાને દોરી વડે બાંધીને હવાની અવર-જવરવાળી જગ્યાએ લટકાવી દો.

કેળાને બજારમાંથી લાવ્યા પછી તેના પર વિનેગર લગાવી દો.

કેળાને પ્લાસ્ટિક રેપિંગમાં વીંટાળવાથી તે તાજા રહે છે.

તમે તેને ફ્રીજમાં પણ રાખી શકો છો.

પરંતુ તેને ફ્રીજમાં રાખતા પહેલા એરટાઈટ કવરમાં પેક કરી લો.