કચ્છી જૈન પરિવારે પુત્રની મુંડન વિધિમાં કરાવ્યું સમૂહ મુંડન

સામાન્ય રીતે બાળકના જન્મ પછી મુંડન પ્રસંગે ફક્ત બાળકનું જ મુંડન કરવામાં આવે છે.

પરંતુ થાણેની એક કચ્છી જૈન ફૅમિલીએ પરિવારના સાત સભ્યો સાથે સમૂહ મુંડન કરાવ્યું હતું, જેમાં બે સ્ત્રીઓનો પણ સમાવેશ થતો હતો.

પુત્રની સાથે પરિવારના અન્ય સભ્યો પણ મુંડન કરાવે એ કદાચિત કચ્છી જૈન સમાજમાં પ્રથમ કિસ્સો હશે.

થાણેના ટેમ્ભીનાકામાં રહેતા અને મૂળ કચ્છના નાના રતડિયા ગામના ગડા પરિવારે પોતાના સાડાત્રણ વર્ષના પુત્ર નમ્રની ગત વર્ષે પોતાના ગામમાં મુંડનવિધિ કરી હતી. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ મુંડન સમારોહમાં નમ્ર સાથે તેના માતા-પિતા, દાદા, નાની, મામા તેમજ તેના મામાનો પુત્ર, આમ પરિવારના સાત સભ્યોએ સાથે મુંડન કરાવ્યું હતું.

પુત્રને મુંડન પછી અજુગતું ન લાગે એ માટે સમગ્ર પરિવારે તેની સાથે મુંડન કરાવ્યું હતું.

જોકે એક સ્ત્રી માટે આ નિર્ણય લેવો સહેલી બાબત હોતી નથી.

પરિવારે નમ્રની માતાના આ નિર્ણયને સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું.

સમગ્ર પરિવારે તેમના વાળ કૅન્સર પેશન્ટને ડોનેટ કર્યા હતા.

જણાવી દઈએ કે, કચ્છી જૈન સમાજમાં ‘આશાપુરા મા’ને નમતા પોલડિયા નુખના ભાવિકોમાં પુત્રના મુંડનની સાથે-સાથે માતા-પિતાએ પણ મુંડન કરાવવાની પ્રથા રહેલી છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા