આ શ્રાવણ મહિનામાં ભરપૂર ખાઓ સાબુદાણા, મળશે ગજબના ફાયદા

18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થવા જઇ રહ્યો છે

શિવ ભક્તો આ મહિના દરમિયાન ઉપવાસ કરશે

ઉપવાસ દરમિયાન તમે સાબુદાણાની વાનગીઓનો ફરાળ કરી શકો છો

આજે અમે તમને સાબુદાણાના શરીરને થતા ફાયદા વિશે જણાવીશું

સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે શરીરમાં એનર્જી જાળવી રાખે છે

તેના સેવનથી બોડીમાં એનર્જી રહે છે અને આપણને થાક લાગતો નથી

તેમાં કેલ્શિયમ, આયરન અને વિટામીનનું સારુ પ્રમાણ હોય છે

તેના સેવનથી આપણા હાડકાંને મજબૂતી મળે છે

તેમાં રહેલ ફોલિક એસિડ, વિટામીન બી ગર્ભમાં રહેલા બાળકના વિકાસમાં મદદ કરે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી

Created by - Bhavyata Gadkari