Floral Pattern
Floral Pattern

1 કલાકમાં 1500 લિટર કેમિકલવાળું પાણી થશે શુદ્ધ

Floral Pattern
Floral Pattern

સુરતને કાપડ નિર્માણ માટેનું હબ ગણવામાં આવે છે. 

Floral Pattern
Floral Pattern

કાપડની પ્રોસેસિંગ મિલમાં કાપડ નિર્માણ કરતી વખતે વપરાશમાં લેવામાં આવેલ ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે. 

Floral Pattern
Floral Pattern

આવા હાનિકારક પાણીના વપરાશથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. 

Floral Pattern
Floral Pattern

આવા પાણીનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક બન્યું છે.

Floral Pattern
Floral Pattern

આ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે એફ્લુઅન્ટ વોટર રિસાયક્લિંગ Z-LED પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.

Floral Pattern
Floral Pattern

સુરત ખાતે ચેમ્બર્સ દ્વારા યોજાયેલ એક્સ્પોમાં એફ્લુઅન્ટ વોટર રિસાયક્લિંગ Z-LED પ્લાન્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. 

Floral Pattern
Floral Pattern

આ પ્લાન્ટે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. પહેલાં મિલમાંથી નીકળતા દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવતી.

Floral Pattern
Floral Pattern

જ્યાં પાણીને પ્રાથમિક ધોરણે શુદ્ધ કરવામાં આવતું. 

Floral Pattern
Floral Pattern

ત્યારબાદ તેને પાછી ટ્રીટમેન્ટ આપી એને ફરી શુદ્ધ કરવામાં આવતું હતું. 

Floral Pattern
Floral Pattern

આમ, 7થી 8 પ્રક્રિયામાં શુદ્ધિકરણ કરી આ પાણી RO સિસ્ટમમાં આપવામાં આવતું હતું. 

Floral Pattern
Floral Pattern

એફ્લુઅન્ટ વોટર રિસાયક્લિંગ Z-LED પ્લાન્ટ દ્વારા એક જ વખતમાં તેમજ અત્યંત ઝડપથી પાણી શુદ્ધ થઈ જાય છે.

Floral Pattern
Floral Pattern

આ પ્લાન્ટ જૂના પ્લાન્ટ કરતાં જગ્યા પણ ઓછી લે છે. 

Floral Pattern
Floral Pattern

સમયની બચત કરવામાં પણ આ પ્લાન્ટ ઘણો ઉપયોગી બન્યો છે. 

Floral Pattern
Floral Pattern

જૂના પ્લાન્ટમાં શુદ્ધિકરણ 7થી 8 પ્રક્રિયામાં થતું હતું.

Floral Pattern
Floral Pattern

જ્યારે આ નવી સિસ્ટમમાં પહેલી જ વારમાં પ્રાથમિકતાના ધોરણે પાણીને શુદ્ધ કરી RO સિસ્ટમમાં મોકલી દેવામાં આવે છે.

Floral Pattern

પાણીના શુદ્ધિકરણ માટેનો આ પ્લાન્ટ 1 કલાકમાં 1500 લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે.

Floral Pattern

આ સિસ્ટમના લીધે RO સિસ્ટમમાં મોકલતા પહેલાં અનેક વાર પ્રક્રિયાઓ કરવી પડતી નથી. 

Floral Pattern

એક જ વારમાં પાણી RO સિસ્ટમમાં મોકલવા લાયક બની જાય છે. 

Floral Pattern

ઓછી સ્પેસ તેમજ વધુ કાર્યદક્ષતા ધરાવનાર અને સમયની બચત કરનાર એફ્લુઅન્ટ વોટર રિસાયક્લિંગ Z-LED પ્લાન્ટ પોતાની ખૂબીને લીધે સુરત ખાતે યોજાયેલ એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો