આજે ઓપન થયો IPO,  લગાવો રૂપિયા

હાલમાં IPO માર્કેટમાં ભારે રોનક જોવા મળી રહી છે. દરેક સેગમેન્ટની કંપનીઓ તેમના IPO ઈશ્યું કરવાની શરૂઆત કરી રહી છે.

એવામાં રોકાણકારો માટે આજે એક નવો આઈપીઓ ખુલી ગયો છે. 

આ આઈપીઓ ઈશ્યુ કરનાર કંપનીનુ નામ છે કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. 

આ IPO સોમવારે 10 જુલાઈના રોજ ખુલશે અને બુધવાર 12 જુલાઈએ ક્લોઝ થશે.

કાકા ઈન્ડસ્ટ્રીઝનો રૂ. 21.23 કરોડનો આઈપીઓ બુધવાર 12 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. 

કંપની દ્વારા આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 55થી રૂ. 58 પ્રતિ ઈક્વિટી શેર રાખવામાં આવી છે.

આ એક SME IPO છે, જેમાં રૂ. 10ની ફેસ વેલ્યૂના 3,660,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ સામેલ છે, જે ટોટલ રૂ. 21.23 કરોડ સુધીના છે.

કંપની શેર સોમવાર 17 જુલાઈએ એલોટમેન્ટ અંગે નિર્ણય કરશે અને મંગળવાર 18 જુલાઈએ કંપની રિફંડ શરૂ કરશે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.