હોસ્પિટલ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 1 શેરના 5 શેર બનશે

Krishna Institute of Medical Sciences Limited કંપની હોસ્પિટલના કારોબારમાં છે. દેશભરમાં કંપનીની હોસ્પિટલો છે.

કંપનીની બોર્ડ બેઠકમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી મળી ગઈ છે. ખબર બાદ શેરમાં જોરદાર તેજી આવી છે. 

28 જૂનના રોજ કંપનીની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 શેરને 5 શેરોમાં વિભાજિત કરવા માટે બોર્ડે મંજૂરી આપી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સરળ શબ્દોમાં કહીએ તો કોઈ શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે અને તેની ફેસ વેલ્યૂ ઘટાડીને 2 રૂપિયા કરવામાં આવી રહી છે, તો શેર 5 હિસ્સામાં વિભાજિત થશે.

વિભાજનની સાથે જ રેકોર્ડ ડેટ પર શેરનો બજાર ભાવ પણ 5 હિસ્સામાં એડજસ્ટ થઈ જશે. 

સ્ટોક સ્પ્લિટ ખાસ કરીને લિક્વિડિટી અને વોલ્યૂમ વધારવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. જ્યારે કઈ શેરની ફેસ વેલ્યૂ ઘટાડવામાં આવે, તો તેને શેર વિભાજન કહે છે.

Krishna Institute of Medical Sciences Limitedએ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. આ અંગે કંપનીની 22મીં AGMમાં નિર્ણય લેવાશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.