નૂકસાનીનો ભય નહીં અને દમદાર પ્રોફિટ

કાજૂની ખેતી

નોકરી છોડીને કોઈ બિઝનેસ કરવો હોય તો કાજૂની ખેતી બેસ્ટ ઓપ્શન

આ ખેતીમાં નુકસાનની શક્યતા ઓછી અને પ્રોફિટના ચાન્સ વધુ છે. જે તેનું જમા પાસું છે.

આ એવું ડ્રાઈફ્રૂટ છે જેની ડિમાંડ બારેમાસ દરેક ઘરમાં રહે છે.

દેશમાં કાજૂના કૂલ ઉત્પાદનના 25 ટકા દ.ભારતમાં થાય છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, ગોવા પ્રમુખ છે.

કાજૂના ઝાડને એકવાર ઉગાડીને વર્ષો સુધી તેમાંથી ફળ મળે છે.એક હેક્ટરમાં 500 ઝાડ લગાવી શકો છો.

જાણકારો મુજબ એક ઝાડ પરથી 20 કિલો કાજૂ મળે છે. જેથી 1 હેક્ટરમાં 10 ટન કાજૂ ઉત્પન્ન થાય છે.

જે બાદ કાજૂના પ્રોસેસિંગ માટે ખર્ચ કરવો પડે છે. જોકે બજાર ભાવ ખૂબ જ ઊંચો 1200 રુપિયા આસપાસ હોય છે.

તેવામાં વધુ સંખ્યામાં કાજૂના ઝાડ વાવીને લખપતિ નહીં પણ કરોડપતિ બની શકો.

કાજૂના ઝાડની લંબાઈ 14 મીટર હોય છે, ફળ આપવા માટે તેના છોડ 3 વર્ષમાં તૈયાર થઈ જાય છે.

કાજૂના ફળના છોતરાનો પણ ઉપયોગ થાય છે. તેના દ્વારા પેન્ટ્સ અને લુબ્રિકેન્ટ્સ બને છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.