સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો છે આ અથાણું, આ રીતે બનાવો

લસણમાં પોષક તત્ત્વોનો ખજાનો હોય છે. તેના અનેક ફાયદાના કારણે ભારતીય રસોઇમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે.

લસણનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. તેનાથી બનતું અથાણું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે અમે તમને લસણનું અથાણું બનાવવાની રેસિપી જણાવીશું.

અથાણા માટે 250 ગ્રામ લસણની કળી, 1 ટી સ્પૂન રાય, એક ટી સ્પૂન મેથી દાણા, 1 ટી સ્પીન વરિયાળી, એક ટી સ્પૂન લાલ મરચુ પાવડર, એક ટી સ્પૂન હળદર, ચપટી હીંગ, 1 લીંબુનો રસ, 2 ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા લસણની કળીઓને ગાંઠમાંથી અલગ કરીને તેની છાલ ઉતારી લો.

MORE  NEWS...

વરસાદમાં મળતું આ ફળ છે દવાઓનો બાપ, શરીરની નસેનસમાં ભરી દેશે તાકાત

કેરીની ગોટલી સફેદ વાળને બનાવશે કાળા, આ વસ્તુ સાથે મિક્સ કરીને લગાવો

લીંબુ જલ્દી બગડી જાય છે? બસ આટલું કરો, મહિનાઓ સુધી રહેશે એકદમ તાજા

લસણના અથાણામાં ઉપયોગમાં લેવાના બધા મસાલાને એક પેનમાં નાંખીને રોસ્ટ કરી લો. હવે આ મસાલાને મિક્સર જારમાં કે ખલમાં નાંખીને અધકચરા પીસી લો.

હવે એક પેનમાં થોડુ તેલ નાંખીને ગરમ કરો અને તેમાં લસણની કળીઓ નાંખીને થોડીવાર શેકો.

લસણની કળીને તેલમાં શેક્યા બાદ તેમાં લાલ મરચુ પાવડર, હળદર, હીંગ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે મેથી, રાઇ અને વરિયાળીથી તૈયાર મસાલો કડાઇમાં નાંખીને લસણ સાથે સારી રીતે મિક્સ કરો અને પછી મીઠું નાંખીને મિક્સ કરો.

હવે બધી સામગ્રીને 5-6 મિનિટ માટે ધીમી આંચ પર પકાવો. તે બાદ લીંબુનો રસ નાંખીને સારી રીતે મિક્સ કરી દો.

ટેસ્ટી અને હેલ્ધી લસણનું અથાણું બનીને તૈયાર છે. તેને તમે એરટાઇટ જારમાં સ્ટોર કરીને રાખી શકો છો.

MORE  NEWS...

લોખંડની કડાઇમાં આ ફૂલથી બનાવો નેચરલ હેર ડાય, સફેદ વાળ થઇ જશે કાળા ભમ્મર

ફર્નિચર અને દીવાલોને ધૂળમાં ફેરવી દેશે ઉધઈ, આ વસ્તુ છાંટી દો, થઇ જશે સફાયો

હોમમેડ નાઇટ ક્રીમ એક રાતમાં બતાવશે અસર, ગાયબ કરી દેશે ચહેરાની કરચલીઓ