મહિલા ખેડૂતની કોઠાસૂઝ, અશક્ય લાગતું સિદ્ધ કર્યું

જો ખેડૂત કોઠાસૂઝ વાપરે તો લખપતિ બનતાં તેને કોઈ રોકી ન શકે.

રાજસ્થાનના ડુંગરપુરના ચંદ્રખેતના મહિલા ખેડૂતે ખેતીમાં એવું કરી દેખાડ્યું જેની નોંધ દૂર દૂર સુધી લેવાઈ.

તેમણે ખેતીમાં એક વર્ષમાં 3 વાર ઉપજ મેળવીને આવકને ત્રણ ગણી કરી છે.

મંજૂલા પટેલ આધુનિક ખેતીનો સહારો લઈને ખેતી કરી રહ્યા છે.

મહિલા ખેડૂત મંજૂલા વર્ષભરમાં ત્રણ પ્રકારની ખેતી કરે છે.

ચોમાસમાં તેઓ કોબી, કાકડી, રિંગણ, દુધી, ભિંડા અને મૂળાની ખેતી કરે છે.

7 વિઘાના પોતાના ખેતરમાં આધુનિક ખેતી કરતાં તેઓ કહે છે કે...

આ રીતે ખેતી કરીને 7 વિઘામાં તેઓ વર્ષભરમાં ઓછામાં ઓછા 7-8 લાખની કમાણી કરે છે.

આ સાથે સાથે તેઓ ઘઉં, મકાઈની ખેતી પણ કરે છે.

જુદી જુદી આધુનિક ખેતી માટે શું કરવું જોઈએ તે માટે મંજૂલા પટેલે યુટ્યુબની મદદ લીધી હતી. 

તેમને શાકભાજીની ખેતીનો આઇડિયા ગુજરાતથી તેમના ઘરે આવેલા સંબંધીએ આપ્યો હતો.