આ કંપનીના શેરમાં આવશે 37 ટકા તેજી, જલ્દીથી ખરીદી લો

આ વર્ષે જે દિવસે બજેટ રજૂ થઈ રહ્યું હતું તે દિવસે, એક ફેબ્રુઆરીના રોજ વિઝા કંપની BLS ઈન્ટરનેશનલ સર્વિસિઝના શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા હતા.

ત્યારબાદ ઉતાર-ચઢાવથી શેર 12 ટકા ડાઉનસાઈડ છે. શું આ શેરમાં વધારે ઘટાડો આવશે કે હવે તેજીના અણસાર છે?

બ્રોકરેજ ફર્મ નુવામાનું માનીએ તો આને મોકા તરીકે જોવું જોઈએ, કારણ કે વર્તમાન સ્તરેથી શેર 37 ટકા ઉછળી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

નુવામાએ ખરીદીની રેટિંગની સાથે તેનું કવરેજ શરૂ કર્યું છે. હાલ બીએસઈ પર શેરનો ભાવ 376.50 રૂપિયા પર છે.

વર્ષ 2005માં બનેલી બીએલએસ ઈન્ટરનેશનલ સર્વિસિઝ રાજ્યો અને સરકારોને વિઝા, કોન્સ્યુલર અને સિટિઝન સર્વિસ પ્રદાન કરે છે.

મોટા કોન્ટ્રાક્ટના રિન્યૂએબલ અને વધતા ટ્રાવેલને કારણે માર્કેટમાં કંપનીની જમાવટ વધી શકે છે. 

બ્રોકરેજ નુવામાનો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2024-26ની વચ્ચે તેનું વેચાણ વાર્ષિક 30 ટકા, EBITDA પણ 44 ટકા અને ચોખ્ખો નફો 35 ટકાના ચક્રવૃદ્ધિ દરથી વધી શકે છે

EBITDA માર્જિન 4.73 ટકા ઉછળીને 25.3 ટકા પર પહોંચી શકે છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા બ્રોકરેજે ખરીદીની રેટિંગની સાથે તેનું કવરેજ શરૂ કર્યું છે અને 518 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

ગત વર્ષે 7 જુલાઈ 2023ના રોજ બીએલએસ ઈન્ટરનેશનલના શેર 205.25 રૂપિયાના ભાવ પર હતા, જે તેના શેરોનું એક વર્ષનું નીચલું સ્તર છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.