પાર્ટી કે પ્રસંગ માટે જાનવી પાસેથી નવા આઈડિયા મળશે
બોલિવૂડની ખૂબ જ સુંદર અને ફિટ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અવારનવાર પોતાની સ્ટાઈલ અને લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
તમે દરેક વેડિંગ ફંક્શન માટે જાનવી કપૂર પાસેથી સ્ટાઇલની ટિપ્સ લઈ શકો છો. અહીં તમને મહેંદીથી લઈને સંગીત સુધીના દરેક પ્રસંગ માટેના આઈડિયા મળશે.
તમે પાર્ટી અથવા મ્યુઝિકની ઈવેન્ટમાં આ પ્રકારની ડિઝાઇનર કેરી કરી શકો છો. જે તમને ઇવેન્ટમાં સૌથી અલગ લૂક આપશે.
જો તમે કોઈપણ ફંક્શનમાં ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક મેળવવા માંગતા હોવ તો બનારસી સાડી એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. જાનવીની જેમ તમે આ સાડી સાથે સ્લીવલેસ પ્લેન બ્લાઉઝ કેરી કરી શકો છો.
હલ્દી ફંક્શન માટે આ પ્રકારની સિલ્ક સાડી પહેરી શકો છો. સાથે વાળમાં ગજરો લગાવીને ફેશનેબલ લુક મેળવી શકો છો.
મહેંદી ફંક્શન માટે તમે આ પ્રકારની સિમ્પલ ગ્રીન સાડી પહેરી શકો છો. આ સાથે પ્લેન સ્લીવલેસ બ્લાઉઝ તમને ક્લાસી લુક આપશે.
જો તમે પિંક કલરમાં પરફેક્ટ આઉટફિટ શોધી રહ્યા છો, તો જાનવીની આ સાડીથી પ્રેરણા લઈ શકો છો. આ ગુલાબી ઓમ્બ્રે સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાનવીની આ સફેદ સાડીની સ્ટાઈલ પણ ફોલો કરી શકો છો. આ દેખાવને વધારે સુંદર બનાવવા તેની જેમ સ્ટ્રેપલેસ સિક્વિન બાઉન્ડ બ્લાઉઝ જોડી શકો છો.
ફેમિલી કે ફ્રેન્ડની રિસેપ્શન પાર્ટી માટે, તમે એક્ટ્રેસની જેમ સિમ્પલ લહેંગા સાથે પર્લ બ્લાઉઝ તૈયાર કરાવી શકો છો.
જાનવી કપૂરનું આ ફેશન સ્ટેટમેન્ટ કોઈપણ ફંક્શન માટે ઓલ ટાઈમ ફેવરિટ છે, પછી તે લગ્ન હોય, હલ્દી હોય કે સિમ્પલ પાર્ટી ટાઈમ હોય.