4-4 બ્રોકરેજ હાઉસને વિશ્વાસ, ભરપૂર કમાણી કરાવશે ટાટાનો આ શેર

આઈટી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિઝે એપ્રિલ-જૂન 2024 ક્વાટરના પરિણામો આશા કરતા સારા રહ્યા, જેનો ફાયદો શેરને થયો છે.

ક્વાટર પરિણામો બાદ બ્રોકરેજ તરફથી TCS માટે રેટિંગ પ્રાઈસ સતત વધારવામાં આવી રહ્યો છે. જેફરીઝ, નુવામા, નોમુરા અને USBએ શેર પર પોતાની રેટિંગ જાહેર કરી છે. 

Tata Consultancy Servicesના શેર શુક્રવારે સવારે બીએસઈ પર તેજીની સાથે 4001.15 રૂપિયા પર ખુલ્યા હતા. દિવસ દરમિયાન ગત બંધ ભાવથી આમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જેફરીઝે TCSના શેર માટે ખરીદીની સલાહની સાથે 4,615 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ સેટ કર્યો છે. UBSએ ખરીદીની સલાહ યથાવત રાખી છે, જ્યારે ટાર્ગેટ પ્રાઈસ 4,600 રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યો છે. 

નોમુરાએ શેર માટે ન્યૂટ્રલ કોલ રાખવા ટાર્ગેટ પ્રાઈસ 3,800 રૂપિયાથી વધારીને 3,860 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે.

નુવામાએ શેર માટે ખરીદીની સલાહ આપતા ટાર્ગેટ પ્રાઈસ 4,560 રૂપિયાથી વધારીને 4,800 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. 

બીજી તરફ બ્રોકરેજ ફર્મ સિટીએ વેચાણની સલાહ યથાવત રાખી છે અને શેર માટે 3,645 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઈસ ફિક્સ કર્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.