દુનિટની સૌથી ખતરનાક  કીલર મહિલાઓ

એમેલિયા ડાયર ઈંગ્લેન્ડમાં બાળકોની સંભાળ લઈને પોતાનું જીવન પસાર કરતી હતી. પરંતુ તેણે 400 બાળકોને મારી નાખ્યા હતા. આ રહસ્ય ખૂલવામાં લગભગ 30 વર્ષ લાગ્યા.

એલીન વુર્નોસે એક જ વર્ષમાં સાત લોકોની હત્યા કરી હતી. વુર્નોસે લાંબા સમય સુધી સેક્સ વર્કર તરીકે જીવન ગુજાર્યું, પરંતુ 1989માં તેણે તેના ગ્રાહકોને મારવાનું અને લૂંટવાનું શરૂ કર્યું.

મેરી બેલ માત્ર 10 વર્ષની હતી જ્યારે તેણે તેની પ્રથમ હત્યા કરી. ઈંગ્લેન્ડમાં તેણે ચાર વર્ષના બાળકનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી, તેણીએ તેના મિત્ર સાથે મળીને ઘણા બાળકોની હત્યા કરી અને કાતરથી તેમના માંસને કાપી નાખ્યા.

એલિઝાબેથ બાથોરીને સૌથી ઘાતકી મહિલા ખૂની કહેવામાં આવે છે. 1590 અને 1610 ની વચ્ચે, તેણે તેના મહેલમાં 650 છોકરીઓ અને મહિલાઓને ત્રાસ આપ્યો અને તેમની હત્યા કરી.

"ડેથ હાઉસ લેન્ડલેડી" તરીકે ઓળખાતી ડોરોથિયા પુએન્ટે સીરીયલ કિલર હતી. 1980 ના દાયકામાં, તે તેના કેલિફોર્નિયાના બોર્ડિંગ હાઉસમાં રહેતા વૃદ્ધ અને દિવ્યાંગ લોકોની હત્યા કરતી હતી.

જુઆના બરાઝા મેક્સીકન કુસ્તીબાજ હતા. તે "ધ સાયલન્ટ લેડી" તરીકે જાણીતી હતી. પરંતુ અચાનક તે સીરીયલ કિલર બની અને નબળા વૃદ્ધ મહિલાઓને મારવા લાગી. આ હત્યારાએ 16 લોકોની હત્યા કરી હતી.

જેન ટોપન એક નર્સ હતી. તેના મોટાભાગના પીડિતો નબળા વૃદ્ધ દર્દીઓ હતા. તેણે ઓછામાં ઓછા 31 લોકોની હત્યા કરી હતી.

ગિગલિંગ ગ્રેની તરીકે ઓળખાતી નૈની ડોસે 1920 અને 1950ના દાયકાની વચ્ચે તેના પાંચ પતિમાંથી ચારની હત્યા કરી હતી. તેણે બે બાળકો, બે બહેનો, તેની માતા, બે પૌત્રો અને એક સાસુની પણ હત્યા કરી હતી.

મેરી એન કોટન, જેને પ્રથમ બ્રિટિશ સિરિયલ કિલર માનવામાં આવે છે, તેણે લગભગ 21 લોકોને ઝેર આપ્યું હતું. 1873માં તેના ગુનાઓ બદલ તેને ફાંસી આપવામાં આવી હતી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો