હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખુબ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવજીને સમર્પિત આ મહિનો સનાતન ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની શરૂઆત થાત જ ભોળાનાથની પૂજા સાથે ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. આ મહિનામાં ખાન-પાનને લઇ વિશેષ નિયમ છે.
ધર્મમાં શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં અમુક વસ્તુઓનું ભોજન વર્જિત જણાવવામાં આવ્યું છે. આ વસ્તુઓને માત્ર ધર્મ જ નહિ પરંતુ વિજ્ઞાનમાં પણ વરસાદ દરમિયાન ખાવાની મનાઈ છે.
આજે અમે તમને એવી અમુક ભોજનની વસ્તુઓ અંગે જણાવી રહ્યા છે, જેને શ્રાવણ માસ દરમિયાન ધર્મ અને વિજ્ઞાન બંને દ્રષ્ટિકોણથી સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
પાલક, મેથી, સાગ, મૂળો, કોબી અને બ્રોકોલી જેવી શાકભાજીઓ શ્રાવણ મહિનામાં ખાવાની મનાઈ છે. વિજ્ઞાન કહે છે કે વરસાદને કારણે આવા શાકભાજીમાં જંતુઓનો લાગી જાય છે.
1 વર્ષ બાદ સૂર્યએ કર્યો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ, ધંધામાં થશે જબરદસ્ત કમાણી
30 જુલાઈથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, મંગળ કરશે યુવાવસ્થામાં પ્રવેશ
શ્રાવણમાં દહીં ખાવાની પણ મનાઈ છે, કારણ કે આ ઋતુમાં દહીં બનાવતી વખતે સારા બેક્ટેરિયાની સાથે ખરાબ બેક્ટેરિયા પણ ઉત્પન્ન થાય છે. આ કારણે તેના સેવનથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
શ્રાવણ મહિનામાં ઉગાડવામાં આવતા રીંગણમાં જંતુઓનો ઉપદ્રવ હોય છે, જેનાથી પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ શ્રાવણમાં રીંગણ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે.
શ્રાવણ મહિનામાં માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ. વરસાદની ઋતુમાં માંસાહારી ખોરાક ખાવાથી રોગોનો ખતરો વધી જાય છે.
ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે તમારે આ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ અને આ મહિનામાં તમારા આહારમાં ફળોની સાથે ગોળ અને સ્વસ્થ બીજનો સમાવેશ કરવો જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.