કંપનીને મળ્યા 1400 કરોડના ઓર્ડર, ગત 5 દિવસોથી તેજીમાં શેર

KEC ઈન્ટરનેશનલના શેર આજે એટલે કે, 26 જુલાઈના રોજ સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

વાસ્તવમાં, કંપનીને ભારત અને અમેરિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ્સ માટે 1,422 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. 

કંપનીના શેરની 52 સપ્તાહની હાઈ 968.20 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 551 રૂપિયા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

KEC ઈન્ટરનેશનલને પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ તરફથી ભારતમાં 765 kV 400 અને kV ટ્રાન્સમિશન લાઈનો માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે. 

ગત સપ્તાહમાં કંપનીએ કહ્યું હતું કે, તેને ભારત, મધ્ય પૂર્વ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન પ્રોજેક્ટ માટે 1000 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે.

KEC ઈન્ટરનેશનલના એમડી અને સીઈઓ વિમલ કેજરીવાલે કહ્યું કે, નવા ઓર્ડરની સાથે, આ વર્ષે હજુ સુધી કંપનીનો ઓર્ડર ઈનટેક 7500 કરોડને પાર કરી ગયો છે, જે ગત વર્ષની તુલનામાં 70 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 

નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાટમાં કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 110.3 ટકા વધીને 151.85 કરોડ રૂપિયા થઈ ગયો છે, જ્યારે Q4FY23માં તે 72.17 કરોડ રૂપિયા હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.