ચોમાસાની ઋતુમાં આ ખોરાક તમને રાખશે હેલ્ધી

ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો પણ વકરતો હોય છે. 

ચોમાસા દરમિયાન જો ખાનપાનમાં કાળજી રાખવામાં ન આવે તો બીમારીની શક્યતા વધી જાય છે. 

વરસાદી સીઝનમાં પાણીથી લઇને મચ્છરોના કારણે તાવ શરદીનું જોખમ રહે છે.

તો પાણીને કારણે પેટને લાગતા અને ચામડીને લગતા રોગો ચોમાસાની સિઝન દરમિયાન માથું ઉંચકતા હોય છે.

જોકે આવા ઘણા રોગના મૂળમાં અયોગ્ય ખોરાક પણ જવાબદાર હોય છે. 

બીમાર પડ્યા બાદ હોસ્પિટલનાં ધક્કા અને દવા કરતાં પહેલાં આપણે યોગ્ય ખોરાકથી બીમાર પડવાની શક્યતા ઘટાડી શકાય છે. 

ન્યુટ્રિશનિસ્ટ રિદ્ધિ ભટ્ટના જણાવ્યા અનુસાર અનેક પ્રકારના કેટલાક બેક્ટેરિયા મનુષ્યના શરીરમાં હોય છે. 

જેમાં શરીરમાં ઉપયોગી અને હાનિકારક એમ બે પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

જેમાં પ્રોબાયોટિક્સ બેક્ટેરિયા શરીર માટે ફાયદાકારક હોય છે. 

જે દહીં સહિતના ખાદ્ય પદાર્થમાં હોવાથી દહીં શરીર માટે સારું ગણાય છે.

વધુમાં રિદ્ધિ ભટ્ટના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઉકાળેલું પાણી અને ગરમ ખોરાક ખાવો જોઈએ

શરીર માટે ફાયદાકારક બેક્ટેરિયાયુક્ત ખોરાક જેવા કે દહીં, છાસ, ઈડલી, ઢોસા, ઢોકળા, હાંડવો, ખમણ, અથાણું વગેરે ચોમાસા દરમિયાન શરીરને માફક રહેશે.

મોટાભાગની આથેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો