હુમા કુરેશીએ પણ સહન કરી છે આ પીડા
હુમા કુરેશી 28મી જુલાઈ 2024એ તેનો 38મો જન્મ દિવસ મનાવી રહી છે.
તેણે ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
અને અત્યાર સુધી તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે હુમાએ પણ પોતાના કરિયરમાં બોડી શેમિંગની પીડા સહન કરી છે.
વજન વધી જવાના કારણે તેને ઘણી ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
કરિયરના શરૂઆતના દિવસોમાં હુમા બોડી શેમિંગનો ભોગ બની હતી.
એક્ટ્રેસ ફિલ્મના ઓડિશન માટે જાય ત્યારે તેને વિચિત્ર સલાહ આપવામાં આવતી હતી.
હુમા કુરેશીએ લોકોની આ વાતોને નજરઅંદાજ કરીને આગળ વધી છે.
આજે હુમાની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.