ગુજરાતનું એવું ગામ જ્યાં ઘરે-ઘરે થાય પશુપાલન
વાલિયા તાલુકાના અનેક ગામના લોકોનો પશુપાલન કરી રહ્યા છે.
આ તાલુકાનું એક ગામ એવું છે કે ત્યાંના લોકો પશુપાલન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
અહીં દૂધ ભરવા માટે ડેરી દ્વારા સ્પેશિયલ કેેન્દ્ર પણ ઊભુ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના વાલિ તાલુકાના કેસરગામમાં 100 ઘરની વસ્તી છે, આ ગામમાં ઘરે ઘરે 3 થી 4 ગાયો હોય છે.
ગામની વાત કરીએ તો ગામમાંથી એક દિવસમાં 600 લીટર કરતા વધુ દૂધ ભરવામાં આવે છે.
અહીં એક સમયમાં 300 લીટર દૂધ ભરવામાં આવે છે. કેસરગામથી દૂધ ભરવા માટે ઇટકલા ડેરીનું સેન્ટર આપવામાં આવ્યું છે.
કેસર ગામની વાત કરીએ તો ગામમાં 600થી વધુ ગાયો છે.
ગાયોમાં જર્સી ગાય, ગીર ગાય સહિતની ગાયનો સમાવેશ થાય છે. તો આ ગામમાં 40 કરતાં વધુ ભેંસો છે.
ગામના લોકો ગાયોને આહારમાં મકાઇનો લીલો ચારો, શેરડીનો ચારો, પશુદાણ આપે છે.
જેનાથી ગાયનું દૂધ સારું મળે છે. તો ગાયના દૂધના ભાવની વાત કરીએ રૂપિયા 30 થી 32 લીટરના મળે છે.
ભેંસના દૂધનો ભાવ ફેટ પ્રમાણે વધુમાં વધુ 50 રૂપિયા મળે છે.
નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે સૌથી વધુ દૂધ કેસરગામનું જાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...