10 શેરના બદલામાં 7 બોનસ શેર આપી રહી છે આ કંપની

ટેક્સટાઈલ્સ બનાવનારી કંપની ઈન્ડો કોટસ્પિન એક પેની શેર છે, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 100 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે.

9 ઓગસ્ટ શુક્રવારના રોજ તેના શેર 1.51 ટકાના ઘટાડા સાથે 92.70 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા.

કંપનીની બોર્ડ બેઠક પહેલા તેના શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. કંપનીની બોર્ડ બેઠકમાં બોનસ ઈશ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીએ તેના રોકાણકારોને 10 શેર પર 7 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ, કંપનીએ ભવિષ્યની ગ્રોથ માટે સ્ટ્રેટેજિક પ્લાનની જાહેરાત કરી છે.

29 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી કંપનીના શેરમાં 16.01 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે હજુ સુધી કંપનીના શેરોમાં 89 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગત 6 મહિનામાં આ શેર મલ્ટીબેગર તરીકે બહાર આવ્યો છે અને ગત એક વર્ષમાં કંપનીના શેરોમાં 142 ટકાનો વધારો જોવા મળ્યો છે.

રેગુલેટરી ફાઈલિંગના પ્રમાણે, ટેક્સટાઈલ કંપની 7 ઓગસ્ટ 2024ના રોજ તેની બેઠકમાં ઈક્વિટી શેરધારકો માટે બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.