આ માછલી સીધી નહીં ઊંધી તરી શકે છે,  15 વર્ષનું આયુષ્ય!

કોંગો બેસિનમાં રહેતી કેટફિશની પ્રજાતિઓ સીધી નહીં પરંતુ ઊંધી તરે છે.

માણસોને આ માછલી વિશે હજારો વર્ષ પહેલા પણ માહિતી હતી.

ઇજિપ્તની 4 હજાર વર્ષ જૂની કબરોમાં ઉંધી માછલીઓ કોતરવામાં આવી હતી.

ઇજિપ્તમાં એક સમયે ઊંધી માછલીના પેન્ડન્ટ બનાવવાનો ટ્રેન્ડ પણ હતો.

એવી માન્યતા પણ છે કે તેનું પેન્ડન્ટ પહેરનાર વ્યક્તિ ક્યારેય ડૂબતી નથી.

માછલીઓ પાણીમાં ડૂબેલી છોડની ડાળીઓ નીચે જઈને પોતાનો ખોરાક શોધે છે

માછલીઓ ઊંધી થઈને એટલા માટે તરતી હોય છે કે જેથી તે સરળતાથી ખોરાક એકત્રિત કરી શકે.

આમ તરીને તે ખૂબ નાના જંતુઓ સહિતની વસ્તુઓને સરળતાથી પકડી શકે છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે માછલી જ્યારે ઊંધી હોય ત્યારે પાણીની સપાટી પર રહેલો ઓક્સિજન લેવામાં સરળતા રહે છે.