1 સપ્ટેમ્બરથી બ્લોક થઈ જશે આ લોકોના સિમકાર્ડ

1 સપ્ટેમ્બરથી ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશમાં એક નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં છે. 

આ નવો નિયમ TRAI તરફથી ફેક અને સ્પામ કોલ્સને રોકવા અને ખત્મ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે. ટેલીકોમ વિભાગે તેમના ઓફિશિયલ એક્સ હેન્ડર પર એક નવું અપડેટ જાહેર કર્યું છે.

આ નિયમ લાગૂ થયા બાદ અજાણ્યા કોલને લઈને થતી સમસ્યામાંથી ઘણી હજે છૂટકારો મળી શકે છે. તેના માટે સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સરકાર ગત ઘણા સમયથી ટેલીકોમ સેક્ટરમાં અજાણ્યા કોલ દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે કામ કરી રહી છે.

TRAI તરફથી જાહેર કરવામાં આવેલા આ નિયમને 1 સપ્ટેમ્બર, 2024થી લાગૂ કરી દેવામાં આવશે. દેશની બધી ટેલીકોમ કંપનીઓને પણ સરકાર તરફથી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

TRAIની રિપોર્ટ પ્રમાણે, જો કોઈ પોતાના ખાનગી મોબાઈલ નંબરથી ટેલીમાર્કેટિંગ કોલ કરે છે, તો મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

વાસ્તવમાં સરકાર તરફથી ટેલિમાર્કેટિંગમાં માટે એક નવી મોબાઈલ સીરીઝ જાહેર કરવામાં આવી છે. ટેલીકોમ વિભાગે નાણાકીય ફ્રોડ રોકવાના કારણે નવી 160 વાળી નંબર સીરીઝ શરૂ કરી છે. 

ટેલીકોમ વિભાગના આંકડા અનુસાર, ગત 3 મહિનામાં 10,000થી વધારે ફ્રોડવાળા મેસેજ મોકલવામાં આવી ચૂક્યા છે. જો તમારી પાસે આવા મેસેજ કે કોલ્સ આવે છે, તો સંચાર સાથી પોર્ટલ પર તેની ફરિયાદ કરાવી શકાય છે.

જો તમારે કોઈ 10 ડિજિટવાળા મોબાઈલ નંબરથી મેસેજ આવે છે, તો તમે 1909 પર તેની ફરિયાદ કરી શકો છો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.