બેંક કર્મચારીઓને મળશે 5 ડે વર્કિંગ, આવી ગઈ લેટેસ્ટ અપડેટ

મોટાભાગના બેંક કર્મચારીઓ વિચારી રહ્યા છે કે, તેમને 5 ડે વર્કિંગ ક્યારથી મળશે? બેંક કર્મચારીઓ ઘણા લાંબા સમયથી 5 ડે વર્કિંગની માંગ કરી રહ્યા છે. એવી આશા છે કે, સરકાર વહેલી તકે તેમની માંગ પૂરી કરી શકે છે.

બેંક કર્મચારીઓને સપ્તાહમાં 2 દિવસ રજાને લઈને IBA અને કર્મચારી યૂનિયનો વચ્ચે એક કરાક પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. હવે આ કરાર પર સરકારની મંજૂરી મળવાની બાકી છે.

રિપોર્ટ્સ પ્રમાણે, જો સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપી છે, તો બેંકિંગ કલાકોમાં 40 મિનિટનો વધારો કરવામાં આવી શકે છે. તેનાથી બેંક શાખાઓ સવારે 9.45 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 એવું માનવામાં આવી રહ્યુ છે કે, સરકારે 2024ના અંત એટલે કે ડિસેમ્બરમાં 5 ડે વર્કિંગની જાહેરાત કરી શકે છે. 

આવું થવા પર બેંકમાં માત્ર 5 દિવસ કામ એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન જ બેંકો ખુલ્લી રહેશે. હજુ સુધી બેંકો બધા રવિવાર અને બીજા અને ચોથા શનિવારે બંધ હોય છે.

માર્ચ 2024માં ઈન્ડિયન બેંકિંગ એસોસિએશન અને બેંકો યૂનિયનોએ 9માં જોઈન્ટ નોટ પર હસ્તાક્ષર કર્યા, જેમાં શનિવાર અને રવિવારની રજાની સાથે 5 ડે વર્કિંગ સામેલ કરવામાં આવ્યું હતું.  

સૂત્રો અનુસાર, સરકાર આ વર્ષના અંત કે 2025ની શરૂઆતમાં આ પ્રસ્તાવ પર મંજૂરી આપી શકે છે. જો આ પ્રસ્તાવ સ્વીકૃત થઈ જાય છે, તો શનિવારે પણ સત્તાવાર રજાના રૂપમાં માન્યતા આપવામાં આવશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.