સલમાન ખાન સાથે જોડાયું આ કંપનીનું નામ, શેરમાં તેજી

GRM ઓવરસીઝના શેર આજે સામાન્ય તેજી સાથે 264.96 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આ તેજી પાછળ એક મોટું કારણ છે. 

વાસ્તવમાં, બાસમતી ચોખાનું નિકાસકાર GRM ઓવરસીઝે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને તેમના બાસમતી ચોખા અને ઘઉંના લોટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.

GRM ઓવરસીઝના મેનેજિંગ ડિરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે, સલમાન ખાનની લોકપ્રિયતા અને તેમનું વ્યાપક પ્રશંસક આધાર કંપનીના બાસમતી ચોખાની 10 ગણી બ્રાન્ડ રેન્જ અને ઘઉંના લોટની 10 ગણી શ્રેણી સાથે મેળ ખાય છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સલમાન ખાને નિવેદનમાં કહ્યું કે, ‘હું જીઆરએમ સાથે ભાગીદારીમાં ખુસ છું. બ્રાન્ડ ગુણવત્તા તથા પ્રામાણિકતાના મહત્વ પર ભાર મારા વિચારના અનુરૂપ છે.’

કંપનીના અનુસાર, સલમાન ખાન સાથે જોડાવાનો ઉદ્દેશ તેમની પ્રતિષ્ઠિત ઈમેજ દ્વારા જીઆરએમની બ્રાન્ડ ઉપસ્થિતિને મજબૂત કરવી અને વૈશ્વિક સ્તર પર ઉપભોક્તાઓ સાથે જોડાવાનો છે. 

1974માં જીઆરએમની સ્થાપના કરવામાં આવી હતી. તે 42થી વધારે દેશોમાં પ્રીમિયમ બાસમતી ચોખાનું નિકાસ કરે છે. 

માર્ચ 2024ના મિડમાં સ્મોલકેપ શેર લગભગ 115 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયા હતા. મહિનાભરમાં શેર 40 ટકા સુધી વધી ગયા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.