સાપ કેમ વારંવાર જીભ બહાર કાઢે છે? 

સાપ ખૂબ જ ખતરનાક પ્રાણી છે. જેના કારણે લોકો તેનાથી દૂર રહે છે.

કારણ કે ઝેરી સાપના ડંખથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

એટલું જ નહીં તેના ઝેરના કારણે ઘણી વ્યક્તિ બચી જાય પરંતુ ગંભીર ખોડ રહી જવાની શક્યતાઓ પણ રહેલી હોય છે.

પરંતુ સાપ વિશેની કેટલીક એવી બાબતો પણ છે જે ઘણા લોકો જાણતા નથી.

સાપ માંસાહારી હોય છે. તે ઉંદર સહિત અન્ય જંતુઓ ખાય છે. નોંધનીય છે કે, દૂધ સાપનો ખોરાક નથી.

સાપને કાન નથી હોતા અને તે દૂર સુધી જોઈ શકતો નથી. સાપની યાદશક્તિ ટૂંકી હોય છે.

તમે ઘણીવાર સાપને તેની જીભ બહાર કાઢતો જોયો હશે પરંતુ તે આવું કેમ કરે છે તે ખબર છે?

વાસ્તવમાં સાપ તેની વારંવાર બહાર કાઢે છે અને તેની આસપાસના પ્રાણીઓનું અનુમાન લગાવે છે.

આમ સાપ આસપાસ કોઈ હિલચાલ છે કે કેમ તે સમજવાની કોશિશ કરે છે. તે કંપન દ્વારા આસપાસ કોઈની હાજરી છે કે કેમ તેનો પણ અહેસાસ કરે છે.