આ સરકારી કંપની 6 મિનિટમાં આપી રહી છે લોન

લોન લેવા માટે હવે બેંકોના ધક્કા ખાવાની જરૂરિયાત નથી. એક સરકારી કંપનીએ માત્ર 5 મિનિટમાં તમારી લોન પાસ કરીને બેંક ખાતામાં રૂપિયા નાખવાની શરૂઆત કરી દીધી છે. 

આ સરકારી કંપનીનું કહેવું છે કે, “આ તો માત્ર શરૂઆત છે, આગળ અમે તમને પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ, ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ, ક્રેડિટ કાર્ડ અને ખેડૂતોને લોન આપવાની શરૂઆત પણ કરીશું.”

અમે વાત કરી રહ્યા છીએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મની. 31 ડિસેમ્બર 2021ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હજુ સુધી આ પ્લેટફોર્મથી દેશના 1000 શહેરો અને વિસ્તારોને જોડવામાં આવી ચૂક્યા છે. આ ડિજિટલ પ્લેટફોર્મ હવે ફિનટેક કારોબારમાં પણ પગ મૂકવા જઈ રહ્યું છે. 

ONDCએ ગુરુવારે જ લોન વહેંચવાની શરૂઆત કરી દીધી છે. આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ એપ્લિકેશન આપવામાં આવશે અને 6 મિનિટમાં તમારી લોન પાસ થઈ જશે.

દસ્તાવેજોમાં એકાઉન્ટ એગ્રીગેટરનો ડેટા, કેવાયસી માટે ડિજિલોકર અથવા આધાર, લોનની ચૂકવણી કરવા માટે ઈ-નાચથી એકાઉન્ટ કનેક્શન, એગ્રીમેન્ટ બનાવવા માટે આધારનું ઈ-સાઈન જરૂરી હશે. 

ONDCનું કહેવું છે કે, “અમારા પ્લેટફોર્મ લોન વહેંચવા માટે ઘણી NBFC, બેંક અને ફિનટેક કંપનીઓ જોડવા માંગે છે.

ONDCના એમડી અને સીઈઓ ટી કોષીનું કહેવું છે કે, “લોનની સુવિધા શરૂ કર્યા બાદ અમારું લક્ષ્ય આ પ્લેટફોર્મ પર ઇન્શ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાનું છે. આગામી 2 મહિનામાં તેની શરૂઆત કરી દેવામાં આવશે.”

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.