લિસ્ટિંગના દિવસે ધૂમ મચાવી શકે આ IPO

ડ્રાઈવર-સંચાલિક રેન્ટલ સર્વિસ પ્રોવાઈડર કંપની ઈકોસ ઈન્ડિયા મોબિલિટી એન્ડ હોસ્પિટલના IPO દાવ લગાવવા માટે ક્લોઝ થઈ ગયો છે. 

આ આઈપીઓને અંતિમ દિવસે 64.18 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. એનએસઈ પરના આંકડાઓ પ્રમાણે, 601 કરોડ રૂપિયાના 1,26,00,000 શેરોની રજૂઆતના મુકાબલે 80,86,90,256 શેરો માટે બિડ્સ પ્રાપ્ત થઈ છે.

ઈકોસ ઈન્ડિયા મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટીનો આઈપીઓ બુધવારે સબ્સક્રિપ્શનના પહેલા જ દિવસે પૂરો ભરાઈ ગયો હતો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈકોસ ઈન્ડિયા મોબિલિટી આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 318-334 રૂપિયા પ્રતિ શેર છે. ગ્રે માર્કેટ હાલ શેર 160 રૂપિયાના પ્રીમિયમ પર છે. આ પ્રકારે શેરોનું લિસ્ટિંગ 494 રૂપિયા પર થવાની આશા છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના અનુસાર, ઈકોસ મોબિલિટી 25 વર્ષોથી વધારે સમયથી ભારતમાં ફોર્ચ્યુન 500 કંપનીઓ સહિત કોર્પોરેટ ગ્રાહકોના કર્મચારી પરિવહન સેવાઓ અને ચોફ્યુર્ડ કાર રેન્ટલ ઓફર કરે છે. 

કંપની દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ અને બેંગલોરમાં સેલ્ફ-ડ્રાઈવ માટે ઓટોમોબાઈ પણ રજૂ કરે છે. તે લકઝરી કોચ, મિનીવેન અને ઈકોનોમી ઓટોમોબાઈલ સહિત 12,000થી વધારે વાહનો સંચાલિત કરે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.