બજાજ ફાઈનાન્સના શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 21 ટકા તેજી આવી શકે છે. બ્રોકરેજ ફર્મ ઈનક્રીડ ઈક્વિટીઝે તેના હાલના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે.
ઈનક્રીડ ઈક્વિટીઝના પ્રમાણે, બજાજ ફાઈનાન્સનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઝડપથી વધી રહ્યો છે. કંપની તેના હાઉસિંગ યૂનિટને શેરબજારમાં લિસ્ટ કરાવવા જઈ રહી છે.
બ્રોકરેજે કહ્યું કે, કંપનીનો વધતો પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન તેની લાંબા ગાળાની ગ્રોથની શક્યતાઓને મજબૂત બનાવે છે, જેનાથી તેનો શેર 9,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ઈનક્રીડના હાલના રિપોર્ટ પ્રમાણે, ચોમાસાની સારી સ્થિતિ અને રોજગારના સારા ડેટાથી ગ્રામીણ ભારતમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. તેનાથી બજાજ ફાઈનાન્સના ગ્રામીણ લેન્ડિંગ બુક પણ સારી થવાની આશા છે.
ગત 5 દિવસોમાં બજાજ ફાઈનાન્સના શેરમાં 5 ટકાથી વધારે તેજી જોવા મળી છે. શેરનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર 8,192 રૂપિયા અને 52 સપ્તાહનું નીચુ સ્તર 6,187 રૂપિયા પ્રતિ શેર છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો