કેવી રીતે એક અરીસો કરી શકે છે તમારું ભાગ્ય ખરાબ!

ઘરમાં અરીસો લગાવવાના અમુક વાસ્તુ નિયમો હોય છે. જેનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ત્યાં જ, અવગણના કરવા પર દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

વાસ્તુ અનુસાર, બેડરૂમમાં ક્યારેય પણ અરીસો ન લગાવવો જોઈએ. બેડનું પ્રતિબિંબ અરીસામાં દેખાય તો દામ્પત્ય જીવનમાં સમસ્યા આવે છે. 

જો કોઈ કારણે ઘરના બેડરૂમમાં અરીસો લાગેલો હોય તો જયારે પણ રાત્રે સૂતી સમયે અરીસો કોઈ કપડાંથી ઢાંકી દેવો જોઈએ. આ ઉપાયથી નકારાત્મક વસ્તુઓનો પ્રભાવ નહિ રહે.

નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે બાથરૂમમાં અરીસોએ રીતે લગાવવો જોઈએ જેથી તેનું રિફ્લેક્શન બહાર તરફ નહીં આવે.

ઉત્તર દિશાની દીવાલ પર અરીસો લગાવવું શુભ માનવામાં આવે છે. આને એ રીતે લગાવો કે અરીસો જોતી સમયે ચેહરો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે. 

MORE  NEWS...

20 ઓક્ટોબર સુધી થશે આ રાશિઓની છપ્પડફાડ કમાણી, પગલે પગલે મળશે સફળતા

16 સપ્ટેમ્બરથી શરુ થશે આ રાશિઓના સુવર્ણ દિવસ, સૂર્ય આપશે ઉપલબ્ધિ

50 વર્ષ બાદ બુધની રાશિમાં ત્રણ ગ્રહોનો સંગમ, આ જાતકોને મળશે પૈસા સાથે પદ-પ્રતિષ્ઠા

વાસ્તુ અનુસાર, અગાસી પર અરીસો લગાવવાનું વિચારી રહ્યા છો તો એને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ લગાવવો જોઈએ, જેથી એનું શુભ પરિણામ મળે.

જો ઘરમાં તમે પણ ઉત્તર અથવા પૂર્વ દિશામાં અરીસો લગાવી રહ્યા છો તો ગોળ અરીસો લગાવી શકો છો. ગોળ અરીસો વાસ્તુમાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે. 

ઘરમાં કિચન સામે અરીસો નહીં લગાવવો જોઈએ. એવું કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.

વાસ્તુ અનુસાર, ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાચ નહીં રાખવો જોઈએ. એનાથી ખુબ જ ખરાબ વાસ્તુ દોષ માનવામાં આવે છે. જે દુઃખ દુર્ભાગ્યનું કારણ બને છે. 

જો વાસ્તુ હિસાબે અરીસો નથી લગાવ્યો તો પરેશાનીઓ વધારી શકે છે. ખોટી જગ્યાએ અરીસો તમારું ભાગ્ય ખરાબ કરી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

20 ઓક્ટોબર સુધી થશે આ રાશિઓની છપ્પડફાડ કમાણી, પગલે પગલે મળશે સફળતા

16 સપ્ટેમ્બરથી શરુ થશે આ રાશિઓના સુવર્ણ દિવસ, સૂર્ય આપશે ઉપલબ્ધિ

50 વર્ષ બાદ બુધની રાશિમાં ત્રણ ગ્રહોનો સંગમ, આ જાતકોને મળશે પૈસા સાથે પદ-પ્રતિષ્ઠા