એકસાથે 83 ટકા ભાવ ગબડવાના ચાન્સ, પહેલા મોકે વેચી દેજો આ શેર

વોડાફોન આઈડિયાના શેરોમાં 6 સપ્ટેમબરના રોજ કારોબાર શરૂ થતાની સાથે જ 14 ટકાનો ભારે ઘટાડો આવ્યો હતો. 

આ ઘટાડો વિદેશી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સની એક રિપોર્ટ બાદ આવ્યો છે, જેમાં વોડાફોન આઈડિયાના વેલ્યૂએશન પર ચિંતા દર્શાવવામાં આવી હતી. 

બ્રોકરેજે વોડાફોન આઈડિયાના શેરને વેચવાની સલાહ આપી છે અને તેના માટે માત્ર 2.5 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ વોડાફોન આઈડિયાના શેરોમાં ગુરુવારના બંધ ભાવથી લગભગ 83 ટકા ઘટાડાનો અંદાજ દર્શાવે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજે તેમના રિપોર્ટમાં કહ્યું કે, કંપનીને ફ્રી કેશ ફ્લોના સ્તર પર બ્કે ઈવનને મેળવવા અને માર્કેટ શેર હાંસિલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોલ્ડમેન સેક્સના એનાલિસ્ટ્સે કહ્યું કે, વોડાફોન આઈડિયા માટે શક્યતાઓ ઘણી નિરાશાજનક દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે, કંપનીના માર્કેટ શેરમાં આગામી 3-4 વર્ષો દરમિયાન લગભગ 3 ટકા ઘટાડો આવવાની શક્યતાઓ છે.

બ્રોકરેજનું માનવું છે કે, કંપની ફંડ એકત્રિત કરવાની હાલની પ્રક્રિયામાં તેના માર્કેટ શેરમાં ઘટાડાને રોકવામાં નિષ્ફળ સાબિત થશે. 

ગોલ્ડમેન સેક્સે તેમના રિપોર્ટમાં ટેલીકોમ સેક્ટરની 2 અન્ય કંપનીઓ- ભારતી એરટેલ અને ઈન્ડસ ટાવર્સની પણ વાત કરી છે. 

બ્રોકરેજે ભારતી એરટેલના શેર પર ખરીદીની સલાહ આપતા 1700 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જ્યારે ઈન્ડસ ટાવર્સના શેરને 350 રૂપિયાના ટાર્ગેટની સાથે વેચવાની સલાહ આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.