ક્રિકેટર બનવું હોય તો શું કરવું પડે? આ રહી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ભારતના કરોડો યુવાનો ક્રિકેટર બનવાનું સપનું જુએ છે.

પરંતુ તેની શરુઆત કઈ રીતે કરવી તે બહુ ઓછા જાણતા હોય છે.

સૌથી પહેલા તમારે સારી ક્રિકેટ એકેડમી જોઈન કરવી પડશે.

ક્રિકેટ એકેડમીમાં જરુરી ટિપ્સ અને ટ્રિક્સ શીખવવામાં આવે છે.

આ સિવાય તમે ઈન્ટર સ્કૂલ કે ઈન્ટર યુનિવર્સિટી સ્તર પર ટૂર્નામેન્ટ રમો. 

સારું પ્રદર્શન કરીને તમે જિલ્લા સ્તર પર રમી શકો છો.

જે પછી તમને રાજ્યકક્ષાએ ક્રિકેટ રમવાની તક મળી શકે છે.

ક્રિકેટમાં સ્પર્ધા વધુ હોવાથી દરેક લેવલ પર સારું પ્રદર્શન કરવું પડે છે.

આ સાથે ફીટ રહેવા માટે કેટલાક જરુરી પગલાં ભરવાના હોય છે.