રોડ પર લગાવેલા રિફ્લેક્ટરમાં વીજળી ક્યાંથી આવે છે? 99% લોકો નથી જાણતા તેનું કારણ

નેશનલ હાઈવે પર રસ્તામાં મુસાફરી કરતી વખતે અનોખી વસ્તુ રોડ પર દેખાય છે, પરંતુ તેના વિશે મુસાફરોને બિલકુલ પણ જાણકારી હોતી નથી.

હાઈવેના રોડની ઉપર રિફ્લેક્ટર્સ લાગેલા તમે જરૂરથી જોયા હશે, જે રાતના સમયે ઝળહળે છે.

શું તમને ખબર છે, આ રિફ્લેક્ટર્સમાં વીજળી ક્યાંથી આવે છે? આખરે રોડ પર લાગેલા રિફ્લેક્ટર્સમાં કયું મિકેનિઝમ યુઝ કરવામાં આવે છે?

હાઈવે કે ફ્લાયઓવરના રસ્તા પર લાગેલા રિફ્લેક્ટર્સને રોડ સ્ટડ પણ કહેવામાં આવે છે. 

જે સાઈકલના પેડલની જેમ દેખાય છે અને રાતે ચમકે છે. જે એક્ટિવ અને પેસિવ ટાઈપના રિફ્લેક્ટર્સ હોય છે.

એક્ટિવ રિફ્લેક્ટર્સ વીજળીથી ચાલે છે, જેમાં LED હોય છે. રાતે તે આપમેળે ચાલુ થઈ જાય છે અને દિવસમાં બંધ રહે છે.

પેસિવ રિફ્લેક્ટર્સ રેડિયમ ધરાવતા હોય છે. જેની બંને બાજુ રેડિયમના પટ્ટા લાગેલા હોય છે અને અંધારામાં વાહનોની લાઈટ પડતા જ ચમકવા લાગે છે.

જ્યારે વીજળી ધરાવતા રિફ્લેક્ટર્સમાં પેનલ કે બેટરી હોય છે. દિવસમાં સૌર ઊર્જાથી ચાર્જ થયા બાદ તે આપમેળે રાતે ચાલુ થાય છે. 

રિફ્લેક્ટર્સની વીજળીને કોઈ સ્ટ્રીટ લાઈટની જેમ ચલાવવામાં કે બંધ કરવામાં આવતું નથી. તે ઓટોમેટિક હોય છે અને લાઈટ તેમાં લાગેલા LDR અને સેન્સરથી ચાલે છે.

અંધારું થતાં તે સેન્સરથી ખુદ ચાલુ થઈ જાય છે અને અજવાળું થતાં આપમેળે બંધ થઈ જાય છે.