ઘરે બનાવો હોટલ જેવી ચટાકેદાર બટર ખીચડી

જો તમે પણ ઘરે સિમ્પલ ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો તમે ચટાકેદાર બટર ખીચડી બનાવી શકો છો.

આજે અમે તમને તેની એવી રેસીપી જણાવીશું, જેને ફોલો કરીને તમે કંઈક સ્પેશિયલ અને નવું ખાઈ શકો છો.

જો તમે પણ સ્પેશિયલ અને લાજવાબ ડિશ બનાવવા માગતા હોય, તો આ ખાસ રેસીપી ફોલો કરી લો.

સામગ્રી: 1 કપ મગની દાળ, 1 કપ ચોખા, 2-3 બારીક સમારેલા લીલા મરચાં, અડધી ચમચી પીસેલું આદુ, 1 નાની ચમચી જીરું.

ચપટી હિંગ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું.

MORE  NEWS...

Belly Fat: 36ની કમર 28ની કરવા આવી રોટલી ખાવ, થોડા જ દિવસમાં દેખાશે અસર

ઘરે બનાવેલી ઇડલી બજાર જેવી ફુલતી નથી? આ રીતે બનાવો ખીરું, રૂ જેવી પોચી બનશે

માથા પર પડેલી ટાલમાં પણ ઉગી જશે નવા વાળ, નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવો

2-3 મોટી ચમચી બટર, તાજી બારીક સમારેલી કોથમીર અને લીંબુનો રસ. આ સામગ્રીની મદદથી તમે બટર ખીચડી બનાવી શકો છો.

રીત:  સૌથી પહેલા મગની દાળ અને ચોખા બંનેને સારી રીતે પાણીથી બેથી ત્રણ વાર ધોઈને થોડીવાર પાણીમાં પલાળી રાખો.

પલાળેલી દાળ અને ચોખાને કુકરમાં નાખી દો. તે બાદ હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને બાકી તમારા સ્વાદ અનુસાર મસાલા નાખો.

તેમાં પાણી વધારે નાંખો. કુકરની ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી તમે એક પેનમાં બટર ગરમ કરો. તેમાં જીરું અને હિંગ નાખી દો.

જ્યારે જીરું સારી રીતે તતડી જાય, તો તેમાં લીલા મરચાં અને પીસેલું આદુ નાખી દો. તમે તેમાં બારીક સમારેલી ડુંગળી કે ટામેટાં પણ નાખી શકો છો.

હવે તમે આ સાંતળેલા મસાલાને કુકરમાં નાખી દો અને સારી રીતે મિક્સ કરી દો. હવે ખીચડીને એક બાઉલમાં કાઢીને બારીક સમારેલી કોથમીર નાખીને તેને સર્વ કરો.

જો તમે તમારી ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માગતા હોય તો તમારી પસંદ અનુસાર કેટલીક શાકભાજી નાખી શકો છો.

MORE  NEWS...

સંભોગ કરતી વખતે મહિલાઓના મગજમાં કેવા વિચાર આવે છે? મોટાભાગના પુરુષો છે અજાણ

તમે ખરીદીને ઘરે લાવ્યા છો તે લસણ ચાઈનીઝ છે કે દેશી, કેવી રીતે ખબર પડે?

 નંબરવાળા ચશ્મા મફતમાં ઉતરી જશે! ઘીમાં આ મસાલો મિક્સ કરીને ખાવ, વધશે આંખની રોશની