આ કંપનીનો શેર કરાવી શકે મોટું નુકસાન, 45 ટકા ભાવ ઘટવાની શક્યતા

ઓટો કમ્પોનેન્ટ બનાવનારી કંપની સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડના શેરોમાં શુક્રવારે 1 ટકાથી વધારે તેજી જોવા મળી હતી.

આ વધારો એવા સમયમાં આવ્યો છે, જ્યારે બ્રોકરેજ ફર્મ્સ ઈન્વેસ્ટેક અને સિટી દ્વારા શેર પર નકારાતમ્ક વલણ આપવામાં આવ્યું છે.

ઈન્વેસ્ટેકે સંવર્ધન મધરસનના શેરોને હોલ્ડ રેટિંગ પર ડાઉનગ્રેડ કર્યા છે અને 195 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. જે ગુરુવારના બંધ ભાવથી 3 ટકા વધારે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈન્વેસ્ટેકે FY25-26 માટે કંપનીની આવકના અંદાજોને 3-5 ટકા સુધી ઘટાડી દીધા છે. શેર વર્ષમાં 85 ટકા સુધી ઉછળી ચૂક્યા છે.

સિટીએ સંવર્ધન મધરસન પર સેલ રેટિંગ આપી છે. ફર્મે આ શેર માટે 105 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ રાખ્યો છે. સિટી દ્વારા નિર્ધારિત ટાર્ગેટ પ્રાઈસ શેરના ગત બંધ સ્તરોથી લગભગ 45 ટકાનો ઘટાડો દર્શાવે છે.

સિટીના અનુસાર, મુખ્ય વૈશ્વિક બજારોમાં ઓટો વોલ્યૂમના હાલના વલણ નબળાં રહ્યા છે અને વિશેષ રૂપથી EUમાં OEMsએ તેમના વોલ્યૂમ ગાઈડન્સને ઘટાડી દીધા છે.

વિદેશી બ્રોકરેજે કહ્યું કે, નબળી માંગ અને ઈન્વેન્ટરી સ્તરોના નિર્માણની નિરંતર ખબરો નજીકના ભવિષ્યમાં શેરના પ્રદર્શનને પ્રભાવિત કરી શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.