આ પદ્ધતિથી ખેતી કરવાથી થઈ જશો માલામાલ!
નેત્રંગ તાલુકામાં સોયાબીનની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
ત્યારે રોકડિયા પાક તરીકે જાણીતી સોયાબીનની ખેતીમાં કઈ રીતે સારું ઉત્પાદન મેળવી શકાય?
પ્રગતિશીલ ખેડૂત દીપક મોદીએ સોયાબીનની ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.
સોયાબીનનો પાક 120 દિવસનો હોય ત્યારબાદ અન્ય પાક પણ લઈ શકાય છે.
એના ગુણધર્મ પણ અન્ય પાકમાં આવે છે.
સોયાબીનની પ્રાકૃત્તિક રીતે ખેતી કરવામાં આવે તો વધુ વરસાદે પણ પાક બગડતો નથી.
ઓછો વરસાદ હોય તો પણ જમીનમાં ભેજ સંગ્રહ રહે જેના કારણે તેની ઉત્પાદન પર અસર થતી નથી.
ચોમાસાની સિઝનમાં સોયાબીનની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે.
સોયાબીનની ખેતીમાં છાણિયુ ખાતર, બાયો સ્લરી, બકરીઓનું મળ, ઘેટાનું મળ, મરઘાનું ચરક, સુગર ફેકટરીનું પ્રેશમળનો ઉપયોગ ખાતર તરીકે ઉપયોગ કરવો જોઈએ.
આ ખાતરનો વપરાશ કરવાથી સોયાબીનના પાકમાં સારું ઉત્પાદન મળે છે.
સોયાબીનના તેલના પગલે તેની વિશ્વમાં માંગ પણ વધી ગઈ છે.
સોયાબીનની ખેતીમાં દિવેલીના ખોળનો વધુ વપરાશ કરવામાં આવે છે.
દિવેલીના ખોળમાં નાઈટ્રોજન, સલ્ફર સહિતના ઘણા તત્વો રહેલા છે.
તેલીબિયા પાક એવા સોયાબીનમાં સલ્ફરની માત્રા વધુ જરૂરી છે.
ખેડૂત સોયાબીનની ખેતીમાં જીપસમનો વપરાશ વધુ કરે છે. જે સહકારી મંડળીઓમાં મળી રહે છે.
ખેડૂતોએ સોયાબીનની ખેતીમાં ઓરિજિનલ વેસ્ટ ડીકમ્પોઝર (OWDC)બેક્ટેરિયાનો 3 હજાર લિટર છંટકાવ કરવો જોઈએ.
આ પ્રોડક્ટનો સોયાબીનના પાકમાં 3 થી 4 સ્પ્રે કરવો જોઈએ.
જેમાં તેઓ ગાયનો પેશાબ, છાશ, લિંબોડી પણ મિકસ કરે છે. જેના પરિણામ પણ ખૂબ સારા મળે છે.
ખેડૂત ખેતીમાં 10 થી 12 વાર પાણી નાખે છે. સોયાબીનને સીધો તડકો ન આવવા દેવો જોઈએ.
ખેડૂત સોયાબીનની ખેતીમાં મશીનથી હાર્વેસ્ટિંગ કરાવતા નથી.
તેનું મુખ્ય કારણ એ છે કે તેના મૂળ જમીનમાં રહે. તેના કારણે એક બેક્ટેરિયા જમીનમાં રહે છે.
તેમાં નાઈટ્રોજન રહેલો હોય છે. જે ફાયદાકારક છે.
આ રીતે કરવાથી 1 એકરે 10 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળે છે.
સોયાબીનના 1 ક્વિન્ટલના રૂ. 6 થી 6500 ભાવ છે. તેનો માર્કેટમાં 150 રૂપિયા ભાવ છે.
આમ સોયાબીનની ખેતીમાં ઓછા ખર્ચે ચાર ગણું ઉત્પાદન મેળવી શકાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...