ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તારીખ 13મી જુલાઈના રોજ રાજ્યમાં વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીરમાં ભારે વરસાદની આગાહી છે.
આ તારીખે રાજ્યના વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં તથા અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલમાં વરસાદની આગાહી છે.
આજ તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા તથા દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.
આ બે દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી છે, જેમાં અમદાવાદ સહિત આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દ્વારકા અને દીવમાં હળવા વરસાદની આગાહી છે.
17મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત આવી રહેલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ બે તારીખો દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ આ તારીખો દરમિયાન થઈ શકે છે.
આ તારીખોની આગાહીમાં ભારે વરસાદની ચેતવણી હાલ આપવામાં આવી નથી. પરંતુ સિસ્ટમ મજબૂત રીતે ગુજરાત પહોંચશે તો ભારે વરસાદ ત્રાટકી શકે છે.