શિવલિંગની આખી પરિક્રમા ભૂલથી પણ ન કરતાં નહીંતર...

શ્રાવણ માસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યાં અત્યારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જામવા લાગી છે.

દરેક ભક્તો પોતાની મનોકામના પૂર્તિ માટે શિવલિંગ પર જળાભિષેક કરે છે.

શિવલિંગ પર જળાભિષેક બાદ પરિક્રમા પણ કરવામાં આવે છે.

પરંતુ આ પિરક્રમામાં ઘણા શિવ ભક્ત એક ભૂલ કરી બેસે છે. આ ભૂલના કારણે તેઓ પુણ્યના બદલે પાપના ભાગીદાર બની જાય છે.

તેમની આ પરિક્રમાથી ભગવાન શિવ નારાજ થઇ જાય છે. તેનું કારણ છે તેમના દ્વારા પરિક્રમા દરમિયાન નિર્મલાનું ઓળંગવું.

શિવલિંગ પર ચડાવવામાં આવતું જળ જ્યાંથી નીકળે છે તે સ્થાનને ઓળંગવાથી દોષ લાગે છે.

આ જ કારણે પરિક્રમા દરમિયાન પોતાના સ્થાન પર પરત આવવું પડે છે. તેને જ પૂર્ણ પરિક્રમા માનવામાં આવે છે.

જો તમે પરિક્રમા દરમિયાન શિવલિંગની ચારેય તરફ ફરી રહ્યાં છો તો તમારી આ ભૂલથી ભગવાન શિવ નારાજ થઇ શકે છે.

આમ કરવાથી પુણ્યના બદલે તમે પાપના ભાગીદાર બની જાઓ છે.

તેના કારણે શિવલિંગની નીચે જ્યાંથી જળ નીકળે છે તેને પાર્વતીનો ભાગ માનવામાં આવે છે.

પાર્વતીના આ ભાગને નિર્મલા કહેવામાં આવે છે. તેને ઓળંગવાથી ભગવાન શિવ નારાજ થઇ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)