17 જુલાઈએ લોન્ચ થશે IPO, ભારે નફાના ચાન્સ

જો તમે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક જોરદાર મોકો છે. 

17 જુલાઈએ રોકાણકારો કમ્પ્યુટર સોલ્યૂશન્સ પ્રોવાઈડ કરવાની કંપની નેટવેબ ટેકનોલોજી ઈન્ડિયાનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. 

રોકાણકારો આ ઈશ્યૂમાં 19 જુલાઈ સુધી રૂપિયા લગાવી શકશે. 

કંપનીએ આઈપીઓ માટે 475-500 રૂપિયા સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

ગ્રે માર્કેટમાં આજે શેર 325 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. 

આઈપીઓમાં કંપની 206 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટરો દ્વારા 85 લાખ ઈક્વિટી શેરોનું વેચાણ ઓફર કરશે. 

આઈપીઓની લોટ સાઈઝ 30 શેરોની છે. એટલે રોકાણકારોએ મહત્તમ 15,000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.