સુરતના આ 84 વર્ષના દાદામાં છે યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ
સુરતના દાદા આજે પણ અઠવાડિયાના ત્રણ દિવસ 34 કિલોમીટર સાઇકલ ચલાવે છે.
આનંદભાઈ ચોખાવાલા છેલ્લા 22 વર્ષથી નિયમિતપણે સાયકલિંગ કરે છે.
તેઓ નિયમિતપણે યોગા અને કસરત પણ કરે છે.
35 વર્ષથી આનંદભાઈને ડાયાબિટીસની બીમારી છે અને 25 વર્ષથી ઇન્સ્યુલિન પણ લે છે
તેમ છતાં આ દાદાની ફિટનેસ કોઈક જુવાનને પણ શરમાવે તેવી છે.
છ મહિના પહેલા તેઓ સાઇકલ ચલાવતા હતા ત્યારે સિટી બસે ટક્કર મારી હતી.
છ મહિના બાદ તેઓ ફરી સાઇક્લિંગ કરતા થયા છે.
આ ઉંમરે પણ તેઓ ત્રણ અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાઈને પ્રવૃત્તિમય રહે છે.
આનંદભાઈ દરેક વૃદ્ધને સતત પ્રવૃત્તિમય રહેવાની સલાહ આપે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...